ગાંધીધામ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘરેલુ ગેસ સિલિન્ડરની અછતને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ગેસ સિલિન્ડર સમયસર ન મળતાં ઘરોમાં રસોઈ બનાવવામાં મુશ્કેલી ઉભી થઈ છે. કેટલાક ગ્રાહકોના જણાવ્યા મુજબ બુકિંગ કર્યા પછી પણ સિલિન્ડર પહોંચવામાં લાંબો સમય લાગી રહ્યો છે. ગેસ એજન્સીઓ પાસે સિલિન્ડરની મર્યાદિત સપ્લાય આવતાં વિતરણમાં વિલંબ થતો હોવાનું કહેવામાં આવે છે. શહેરના અનેક પરિવારો ખાસ કરીને ગૃહિણીઓએ તાત્કાલિક સમસ્યાનું સમાધાન લાવવા માટે સંબંધિત અધિકારીઓ પાસે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
ગાંધીધામમાં ગેસ સિલિન્ડર માટે લોકો પરેશાન, સમયસર સપ્લાય ન મળતાં મુશ્કેલી
Hindustan news H.D News
0
إرسال تعليق